રાજુલાના જોલાપર ગામે જોલાપરી નદીના કાંઠે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે નકાભાઇ ભાણાભાઇ વાઘ (ઉ.વ.૪૫)એ રાજુભાઇ કાનાભાઇ જેઠવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ભાઇ બુધાભાઇ ભાણાભાઇ વાઘ પોતાના માલઢોર ગાય ભેંસ ચરાવવા જોલાપરી નદીનાં કાંઠે આવેલ ચરાણમાં ગયા હતા. તે વખતે આરોપી સાથે ઢોર ચરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી આરોપીએ લોખંડના પાઇપ વડે જમણા કાનની ઉપર માથાના ભાગે એક ઘા મારતા માથાના ભાગે હેમરેજની ઇજા કરી હથિયાર સાથે હુમલો કર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.