રાજુલાના જોલાપર ગામના પાટિયા પાસે ઇકો ચાલકે ટુ વ્હીલ ચાલકને ટક્કર મારી હતી. બનાવ અંગે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના બળવલા ગામના નાથાભાઇ ભીખાભાઇ બાંભણીયા (ઉ.વ.૩૯) એ જાહેર કર્યા મુજબ, તેમના નાના ભાઇ ધર્મેશભાઇ ભીખાભાઇ બાંભણીયા તેની મોટર સાયકલ લઇને મહુવાથી કોડીનાર જતા હતા તે વખતે વિકટર ગામ પાસે જોલાપુર પાટીયા પાસે પહોંચતા સામેથી એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે પોતાના હવાલાની ઈકો ગાડી પૂરપાટ ઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આવીને ટક્કર મારી હતી. જેમાં તેને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.