રાજુલાના જુની બારપટોળી ગામે યુવકે કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. ભાઈઓ વડીલોપાર્જિત જમીનના કૂવામાંથી પાણી આપતા ન હોવાથી તેમજ જમીનના સરખા ભાગ પાડ્‌યા ન હોવાથી આ પગલું ભર્યું હતું. બનાવ અંગે સાલેમભાઈ રહીમભાઈ કુરેશી (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમની વડીલોપાર્જિત જમીન હતી. આ જમીનમાં કૂવામાંથી તેમના ભાઇઓ જાહેરકરનારને પાણી પાવા માટે આપતા નહોતા, જમીનના સરખા ભાગ પાડતા ના હોય તેમજ અગાઉ ભાગમાં આવતા ટ્રેક્ટર, લારી વેચી દીધા હતા. જેથી તેમને લાગી આવતા પોતાના ઘરે કપાસમાં છંટકાવ કરવાની ઝેરી દવા પી લીધી હતી.