રાજુલાના છતડીયા ગામે રહેતા એક પુરુષનો કાંઠલો પકડીને તેની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. બનાવ અંગે વાલાભાઈ ઓધડભાઈ ધાખડા (ઉ.વ.૪૫)એ રામકુભાઈ ઓધડભાઈ ધાખડા, અશોકભાઈ રામકુભાઈ ધાખડા, ઈન્દુબેન રામકુભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે રામકુભાઈની પાસે પોતાના મકાન બનાવવા માટે પ્લોટની માંગણી કરી હતી. જે આ કામના આરોપીને સારૂ નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી કાંઠલો પકડી ઝપાઝપી કરી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.