રાજુલાના ચોત્રા મોમાઈવડ ખાતે આયોજિત દેવી ભાગવત સપ્તાહમાં રાજકીય અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. દાન મહારાજની જગ્યાના મહંત વલકુ બાપુ, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. સાંસદ શક્તિસિંહ ગોહિલે મોમાઈ માતાજીના મંદિરના વિકાસ માટે પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે સમાજની એકતા પર ભાર મૂક્યો હતો.