રાજુલાના ચારોડીયા ગામના જે.કે. ધાખડાના પુત્રો સૂર્યરાજ અને બ્રિજરાજે પૂર્વજોના શૌર્યની યાદમાં અને વિશ્વ કલ્યાણ અર્થે સુરજદેવળ ધામ ખાતે સાડા ત્રણ દિવસના નકોરડા ઉપવાસ કર્યા હતા. ભગવાન સૂર્યનારાયણની આ આકરી આરાધના બદલ જૂનાગઢના મહંત શેરનાથજી બાપુ, જસદણ દરબાર સત્યજીતકુમાર ખાચર, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવીએ બંને બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. નાની ઉંમરે આવી કઠિન સાધના કરીને આ બાળકોએ સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.










































