અમરેલીના પૂર્વ એસપી અને સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની ટીમે રાજુલાના ચાંચ બંદર પર ઘોંસ બલાવી હતી. સ્ટેટ મોનિટરિંગ ટીમે પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, નાની મોટી બોટલ તથા બીયરના ટીન કુલ નંગ-૪૮૮, દેશી દારૂ ૧૮૦ લીટર, દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૧૮૦૦, દેશી દારૂ ગાળવાના લોખંડના પીપ, દેશી દારૂ બનાવવાનો ખાધ ગોળ ૩૭૫ કિલો ગ્રામ, દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ઇસ્ટ ૧૦ કિલો મળી કુલ કિં.રૂ.૨,૭૩,૧૮૫ નો મુદ્દામાલ તથા દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. એએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. ગોબરભાઈ વીજાભાઈ શીયાળ, પાનુભાઈ મનસુખભાઈ ગુજરીયા, ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી આઈ એ ડી ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.