રાજુલાના ચાંચ ગામે લાઇટના અંજવાળે પત્તા ટીચતાં ૪ શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેથી ૩૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહિપતભાઇ જોધાભાઇ ગુજરીયા, લાલજીભાઈ પાસાભાઈ ગુજરીયા, અરવિંદભાઈ પાસાભાઈ ધુંધરવા અને અનુભાઈ વશરામભાઇ ગુજરીયા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાથી હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૩૧૫૦ સાથે ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.વી. પંડ્‌યા વધુ તપાસ કરી રહ્યા છે.