રાજુલાના ચાંચ ગામે એક યુવકને જુના મનદુઃખમાં ત્રણ યુવકોએ એક સંપ કરી પાઈપ અને ઢીકાપાટુનો માર મારતા યુવકે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજુલાના ચાંચ ગામે રહેતા ફરિયાદી નિતેશભાઈ વજુભાઈ ધુંધરવાના મોટા બાપુના દિકરા સાથે આરોપી સતિષ લાલજી ચૌહાણ સાથે ભુતકાળમાં બોલાચાલી થઈ હતી. જેમાં ફરિયાદી મોટરસાયકલ લઈને પાનમાવો લેવા જતા આરોપી હસમુખ વિષ્ણુ ચૌહાણ, અર્જુન સોમાતભાઈ શિયાળે એક સંપ કરી ફરીયાદીને લોખંડનો પાઈપ વાસામાં મારી તેમજ ત્રણેય આરોપીઓએ આડેધડ ઢીકાપાટુનો માર મારતા આરોપીઓ વિરૂધ્ધ પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.