રાજુલા તાલુકાના ખાખબાઈ જામવાળી ખોડિયાર ખાતે દયાળુ બાપુની જગ્યામાં ૧૪/૧૧/૨૦૨૪ના રોજ મહંત શ્રી અયોધ્યા બાપુ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોળી સેવા સમાજ પ્રમુખ રમેશભાઈ એસ. ગોહિલ, ચંદુભાઈ જી. કાતરીયા આહિર સમાજ આગેવાન, વલ્લભભાઈ વઘાસીયા પૂર્વ ટ્રસ્ટી બાળ હનુમાન મંદિર, જયુભાઈ ભદોરીયા અમરેલી, ઈશ્વરભાઈ કાબરીયા, અમરેલી હાજર રહ્યા હતા. મહંત અયોધ્યા બાપુએ દયાળુ બાપુની જગ્યામાં વૃક્ષોનું રક્ષણ થાય તેવું જણાવેલ હતું.