રાજુલાના ખાખબાઈ ગામે ઓનલાઇન છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એક ભેજાબાજ શખ્સે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી, OTP મેળવ્યા વગર જ કટકે-કટકે કુલ રૂ.૯૯,૯૦૦ની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે દિનેશભાઇ નાનાભાઇ લાડુમોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના એક્સિસ બેંકના ખાતામાંથી (અથવા રાજુલાની બેંકમાંથી) તેમની જાણ બહાર નાણાં કપાવવાનું શરૂ થયું હતું. તપાસ કરતા માલૂમ પડ્‌યું કે, આરોપી હેમંત કુમારે (જે કોટક મહિન્દ્રા બેંકનો ખાતાધારક છે) ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કર્યો હતો.સામાન્ય રીતે કોઈપણ ટ્રાન્ઝેક્શન માટે OTPની જરૂર પડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં આરોપીએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી, ફરિયાદીની જાણ બહાર જ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૯૯,૯૦૦ પોતાના ખાતામાં સેરવી લીધા હતા. પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાતા ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.