રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સ્વ. જાહીબેન ગાંડાભાઇ કાતરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આહિર સમાજની વાડી ખાતે કરવામાં આવેલ. જેમાં એકત્રિત થયેલ ૨૬ બોટલ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઈમરજન્સીના સમયે આપવામાં આવશે. રક્તદાન કરવાથી તણાવ ઘટે છે, માનસિક આરોગ્ય સારુ રહે છે, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે જેવા વિવિધ ફાયદા થાય છે. આથી લોકો એકવાર અવશ્ય રકતદાન કરે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડા.નિલેશ વી.કલસરીયાએ જણાવેલ. જયારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા ખાખબાઈ સહિતના આરોગ્ય કેન્દ્રના ગામોમાં બ્લડ ડોનેશન સહિતના કેમ્પો દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં જેરામભાઈ, સનાભાઈ, દુલાભાઈ, મહેશભાઈ કાતરીયા, ડા.મનસુખ જાલોંધરા, સનાભાઈ મકવાણા, પી.ડી. ચૌહાણ, શૈલેષભાઈ ખસિયા, ગ્રામજનો અને મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ એકત્રિત બ્લડ રામભાઈ કામળિયાના હસ્તે નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરવામાં આવ્યું હતું.