રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સ્વ. મગનભાઈ ઉકાભાઈ કલસરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન આહિર સમાજની વાડી ખાતે કરવામાં આવેલ. કેમ્પમાં એકત્રિત થયેલ ૨૭ બોટલ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઈમરજન્સીના સમયે સરળતાથી મળી રહેશે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા ખાખબાઈ સહિતના ગામોના આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન સહિતના કેમ્પ દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.