રાજુલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંભનાથ મહાદેવ મંદિરે હવનનું આયોજન કરવામાં આવેલ છે. રાજુલા શહેરની પૌરાણિક પરંપરા મુજબ વરૂણદેવને રીઝવવા માટે હવન કરવામાં આવે છે ત્યારે આજે રાજુલા શહેરમાં બકુલભાઈ વોરાની દુકાને રાજુલા હવન કમિટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું. વેપારીઓ, ભૂદેવો અને પત્રકારો સહિત અનેક લોકો હાજર રહેલ. આ મિટિંગમાં તારીખ ૧૫.૦૭.૨૦૨૫ ને મંગળવારના રોજ હવનનું નક્કી કરવામાં આવેલ છે. હવન કમિટી દ્વારા રાજુલા શહેરના વેપારીઓને બપોરના ૨ઃ૦૦ વાગ્યા પછી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.