અમરેલી જિલ્લામાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર આવા મુન્નાભાઈ ઝડપાતા રહે છે. જેમાં વધુ એક નામ સામેલ થયુ છે. અમરેલી એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે “જુની કાતર ગામે પંચોળીપરામાં અરજણભાઈ રામભાઈ બલદાણીયા ભાડાના મકાનમાં નામ વગરનું ક્લીનિક ચલાવે છે. જેના અનુસંધાને એસઓજીએ સંજયભાઈ નારણભાઈ મોર રહે. કાતરવાળા ગેરકાયદેસર દવાખાનુ/ક્લીનીક ચલાવતા હતા તે જગ્યાએ મેડીકલ ઓફીસર સાથે રેઇડ કરતા નકલી તબીબ સંજયભાઈ નારણભાઈ મોર ઉ.વ.૩૮ને સ્ટેથોસ્કોપ-૧ તથા બિપી ઇન્સ્ટ્રુમેન્ટ-૦૧, એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇન્જેકશનો વિગેરે મેડિકલના સાધનોનો જથ્થો મળી કુલ રૂ. ૧૬૯૯૪ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.