રાજુલા તાલુકાના કથીવદર ગામે પરા વિસ્તારમાં ઘણા વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે, ખાડીનું ખારુ પાણી વાવણીલાયક ખેતીની જમીન અને ગામમાં ઘૂસી જતું હતું. આથી તે અટકે અને વરસાદી
આભાર – નિહારીકા રવિયા પાણીનો સંગ્રહ થાય તે જરૂરી હતું. આ કામ માટે મનરેગા હેઠળ ગ્રામજનોને રોજગારી મળી રહે તે હેતુસર ઉપસરપંચ મનીષભાઈ સોલંકીના પ્રયાસથી તા.૧૬ના રોજ પાળા બાંધવાનું માટી કામ (રાહત કામ) સરપંચ બાબુભાઈ દ્વારા આઇસ્ક્રીમ ખવડાવીને શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે મનરેગા વિભાગમાંથી પરેશભાઈ વાઘ અને આશિષભાઈ કુંભારીયાએ માર્ગદર્શન આપ્યું હતું.