અમરેલી જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. રાજુલાના કથીવદર ગામે ફોરવ્હીલ અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેકટરના બે કટકા થઈ ગયા હતા. બનાવ અંગે જીલુભાઈ રામભાઈ વાઘ (ઉ.વ.૩૫)એ ફોરવ્હીલ નંબર જીજે-૩૧-એ-૫૨૦૩ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકા બાવાભાઇ બાઘાભાઇ વાઘ તેમનું ટ્રેકટર જીજે-૧૪-એપી-૯૪૫૪ નું લઇ ઘરેથી વાડીએ જતા હતા અને કથીવદરથી હાઇવે ઉપર ટ્રેકટર ચડાવીને આશરે ૨૦૦ મીટર પહોંચ્યા ત્યારે પાછળથી જીજે-૩૧-એ-૫૨૦૩ ફોરવ્હીલના ચાલકે આવી તેમના કાકા બાવાભાઇના ટ્રેકટર સાથે ભટકાવી હતી. જેમાં ટ્રેકટરના બે ભાગ થઇ ગયા હતા અને તેમના કાકા ઉપર ફોરવ્હીલ ચડાવી દીધી હતી. જેમાં ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે