રાજુલાના કડીયાળી ગામે પ્રેમલગ્ન મુદ્દે સસરા અને જમાઈમાં માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. માનભાઈ ચીંથરભાઈ સાંખટ (ઉ.વ.૨૫)એ સસરા બાધાભાઈ ભાણાભાઈ મેર (ઉ.વ.૫૦) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ચાર વર્ષ પહેલા બાઘાભાઈ મેરની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખી તેમને ગામના સ્મશાન પાસે જેમ ફાવે તેમ ગાળો આપી, કાંઠલો પકડી, ધોલ-ઝાપટ અને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જે બાદ બાઘાભાઈ ભાણાભાઈ મેર (ઉ.વ.૫૦)એ જમાઈ માનભાઈ ચીંથરભાઈ સાંખટ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીએ આજથી ચારેક વર્ષ પહેલા તેમના ગામના માનભાઇ ચીથરભાઇ સાંખટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને અવાર-નવાર તેમની સાથે માથાકૂટ કરતો હતો તેમજ જ્યાં મળે ત્યા કાતર મારતો હતો. કડીયાળી ગામના પાટીયા પાસે તેમને જેમ ફાવે તેમ ગાળો આપી, કાંઠલો પકડી ધોલ-ઝાપટનો માર મારી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.