અમરેલી જિલ્લામાં વરસાદની સાથે જ સરીસૃપો દરમાંથી મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા. રાજુલાના કડીયાળી ગામે સર્પદંશની મહિલાનું મોત થયું હતું. બનાવ અંગે ભાવેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, કીર્તીબેન ભાવેશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦)ને સર્પે ડંખ મારતા મરણ પામ્યા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી બી ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે. વડીયાના દેવળકી ગામે રહેતા જ્યાબેન મનજીભાઈ સોંદરવા (ઉ.વ.૫૫)ની સાડીના છેડે આગ લાગતાં શરીરે દાઝી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું.