રાજુલા તાલુકાના ઉચૈયા ગામે ગ્રામ પંચાયતની મતગણતરી પુરી થતા નવનિયુકત સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ ગ્રામજનોના આભાર સાથે કંઈ બોલવામાં કે લખવામાં ભુલ થઈ હોય તો ક્ષમા પણ માંગી હતી. કાઠી ક્ષત્રિય આગેવાન અમરૂભાઈ ધાખડા દ્વારા ગામની એકતા જળવાઈ રહે અને ગામની શાંતિ ડહોળાય નહી તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નવા સરપંચ હારેલા સરપંચને મળવા જઈ એકતાનો પરિચય આપ્યો હતો.