અમરેલી જિલ્લામાં બેફામ વેચાઈ રહેલા દેશી દારૂના હાટડા સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સૂચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ રાજુલા તાલુકાના ઉચૈયા ગામના ધોદ્યમ વાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહીમાં ૨૫૫ લીટર દેશી દારૂ, ૨૦૦૦ લીટર આથો, ૬ પ્લાસ્ટિકના ટાંકા, બેરલ, ગેસના ચૂલા, બાટલા અને લાઈટર સહિત કુલ રૂ. ૧,૦૧,૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં યુવરાજભાઈ જોરૂભાઇ ધાખડા અને ભોળાભાઈ બચુભાઈ ધાખડા નામના બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના pi વિજય કોલાદ્રા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી છે. ટીમમાં ભીખુભાઇ ચોવટીયા, ગોકુલભાઇ કળોતરા, જયેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ રાઠોડ, અજયભાઇ વાઘેલા અને પરેશભાઈ દાફડા સહિતના પોલીસ કર્મચારીઓ જાડાયા હતા.