રાજુલાના ઉંટીયા ગામે રહેતા એક યુવકને પાટુ મારી પછાડી છરી લઈ મારવા દોડ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જગદીશભાઈ ખીમજીભાઈ પરમાર (ઉ.વ.૨૬)એ રમેશભાઈ ઉકાભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતાએ કરેલી ફરિયાદનું મનદુઃખ રાખી તેઓ હડમતીયાથી ઉંટીયા રોડ ઉપર મોટર સાયકલ લઇ સામા મળતા ગાળો આપી તેમની મોટર સાયકલને પાટુ માર્યું હતું. જેથી તેઓ મોટર સાયકલ સાથે ખાળીયામાં પડી ગયા હતા. આરોપી છરી લઇ તેમની પાછળ મારવા દોડ્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટબલ વી જે ધાખડા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં રહેતા રંજનબેન નરેશભાઈ વનરા (ઉ.વ.૬૫)એ પ્રવિણભાઈ મધુભાઈ નાકરાણી સામે તેમના ઘરના ગેટ પર આવીને તેમને તથા તેના દિકરાને ગાળો બોલી ધમકાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે જે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.