રાજુલા તાલુકાના અમોલી ગામે દીકરીને જન્મ થતાં પતિએ પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ખાંભા તાલુકાના કાતરપરા ગામે પીયરમાં રહેતી વિમળાબેન વિપુલભાઇ બોરીચા (ઉ.વ.૨૬)એ રાજુલા તાલુકાના અમોલી ગામે રહેતા વિપુલભાઇ પુંજાભાઇ બોરીચા, ગોમતીબેન પુંજાભાઇ બોરીચા, પુંજાભાઇ કાળાભાઇ બોરીચા, ગૌતમભાઇ પુંજાભાઇ બોરીચા તથા જયેશભાઇ પુંજાભાઇ બોરીચા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,  વિપુલભાઈ બોરીચા તેમના પતિ થાય છે તથા અન્ય આરોપીઓ તેમના સાસરિયા પક્ષના છે. ફરી.એ દીકરીને જન્મ આપેલ હોય જેથી આરોપીઓને સારૂ નહિ લાગતા મેણાટોણા બોલી, ગાળો આપી, માથાકૂટ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.