રાજુલા તાલુકાના વિક્ટર ગામનાં નાના નાના બાળકોને ભણવા જતી વખતે ઘરેથી ૫-૧૦ રૂપિયા નાસ્તા માટે આપતા હોય છે. જે રકમ બચત કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ લાવ્યાં અને આ ગણેશજીની રીક્ષામાં સ્થાપના કરવામાં આવી છે. દરરોજ સવાર સાંજ પ્રસાદ ધરીને આરતી કરવામાં આવે છે. આ નાના બાળકોને શાળામાંથી લેશન આપવામાં આવે છે. એ લેશન જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી ત્યાં બેસીને બધા બાળકો દ્વારા પહેલાં લેશન કરવામાં આવે છે એ પછી ગણેશજીને પ્રસાદનો ભોગ ધરીને આરતી કરવામાં આવે છે.