વડાપ્રધાનનાં અમરેલી આગમન સમયે જ રાજુલાનાં આરએફઓ રૂ. ર લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વન્ય પ્રાણી પ્રોટેકશન માટે જાળી નાખવાનાંં વાર્ષિક ભાવ મંજુર થયેલ હોય જેના ડિપોઝીટ પેટે તેઓએ પ લાખ જમા કરાવેલ હતા. કામ પૂર્ણ થતાં ફરીયાદીએ ડીપોઝીટની રકમ છૂટી કરવા તથા વાર્ષિક કોન્ટ્રાકટનું કામ પૂર્ણ થયું હોય બંને કામનાં મળીને આરોપી રાજુલાનાં આરએફઓ યોગરાજસિંહ રાઠોડે લાંચ માંગી હતી. ૧૦ લાખ રૂ. લાંચની માંગણી કરી હતી. આ પેટે ફરીયાદીએ ૯૦ હજાર અગાઉ આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપીએ લાંચની માંગણી ચાલુ રાખતા જે કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસ રાજુલા ખાતે આરએફઓ યોગરાજસિંહ અરાઠોડ અને વિસ્મય દિનેશભાઈ રાજયગુરૂ કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટરને રૂ. ર લાખની લાંચ લેતા ઝડપી પાડયાં હતા. એસીબી અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.