રાજય સરકારની કરોડોની ગ્રાન્ટ બાદ પણ રાજુલાથી વડ સુધીનો માર્ગ પાછલા ઘણા વર્ષોથી તદ્દન ભંગાર હાલતમાં જાવા મળી રહ્યો છે. આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા આ માર્ગને નવો બનાવવા કે સમારકામ કરવામાં આવતુ નથી. જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ નવો બનાવવા પાંચ માસ પહેલા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જો કે તેમ છતા આજદિન સુધી કામગીરી શરૂ થઇ નથી.