ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક દસ્તાવેજ શેર કર્યો અને દાવો કર્યો કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી એક સ્વીડિશ લશ્કરી કંપનીના એજન્ટ હતા. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ૧૯૭૦ના દાયકામાં શ†ોની ખરીદીમાં દલાલી પણ કરતા હતા. નિશિકાંત દુબેના રાજીવ ગાંધી પરના આરોપ એવા સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે દુબે પર હુમલો કર્યો છે. તેમણે નિશિકાંત દુબેની પત્નીની સંપત્તિમાં નોંધપાત્ર વધારા પર સવાલ ઉઠાવ્યા હતા. ગુરુવારે, કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ લોકપાલમાં દાખલ કરેલી ફરિયાદ અને તેમના ચૂંટણી સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે નિશિકાંત દુબેની પત્નીની સંપત્તિ ૨૦૦૯માં ૫૦ લાખથી વધીને ૨૦૨૪માં ૩૨ કરોડ થઈ ગઈ છે. જાકે, ભાજપના સાંસદની સંપત્તિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. કોંગ્રેસના નેતાના જણાવ્યા અનુસાર, લોકપાલે ભાજપના સાંસદ નિશિકાંત દુબેને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રિયા શ્રીનાતે પ્રશ્ન ઉઠાવ્યો કે ભાજપના સાંસદની આવકમાં વધારો થયો નથી, પરંતુ તેમની કુલ સંપત્તિમાં વધારો થયો છે. તો, આ પૈસા ક્્યાંથી આવ્યા?નિશિકાંત દુબેના ૨૦૨૪ના ચૂંટણી સોગંદનામા અનુસાર, તેમની પત્ની પાસે ૨૮.૯૪ કરોડની જંગમ સંપત્તિ છે. તેમની પાસે ૬.૪૮ કરોડની સ્થાવર સંપત્તિ પણ છે. સુપ્રિયા શ્રીનાતે આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદના સોગંદનામામાં જણાવાયું છે કે તેમના પર ૧.૨ કરોડનું દેવું છે, પરંતુ કથિત ધિરાણકર્તા, અભિષેક ઝા, દાવો કરે છે કે તેમણે દુબેની પત્નીને કંઈ ઉધાર આપ્યું નથી. કોંગ્રેસે આ અંગે ભાજપના સાંસદ પાસેથી સ્પષ્ટતા માંગી છે.










































