રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી એક મીટ્‌વટ કરીને મોટો વિવાદ પેદા કર્યો હતો જાકે વિવાદ વધતા તેમણે મીટ્‌વટ ડિલિટ કરી નાખ્યું હતું. અધીર રંજન ચોધરીએ લખ્યું કે રાજીવ ગાંધીએ એક ગ્રાફિક્સ શેર કરતા લખ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી ધ્રુજે છે.
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીએ પોતાની માતા ઈમીન્દરા ગાંધીની હત્યા બાદ આ નિવેદન આપ્યું હોવાના અહેવાલ છે. રાજીવે કહ્યું હતું કે ઇમીન્દરા ગાંધીની હત્યા બાદ ભારતના લોકો એટલા ગુસ્સે થયા, એટલા ગુસ્સામાં આવી ગયા અને થોડા દિવસો સુધી લોકોને લાગ્યું કે ભારત ધ્રુજી રહ્યું છે. જ્યારે પણ કોઈ મોટું ઝાડ પડે છે, ત્યારે પૃથ્વી ધ્રુજે છે. રાજીવના આ નિવેદનને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે જાડવામાં આવ્યું હતું.
આ મામલે વિવાદ થતા ચોધરીએ આ મીટ્‌વટ ડિલિટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. વિરોધી તાકતો દ્વારા મારી સામે એક દુષ્પ્રપ્રચાર અભિયાન ચલાવાઈ રહ્યું છે.
પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ મીટ્‌વટ કર્યું હતું કે, “મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યમીક્ત હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિના મૂલ્ય વિશે જણાવ્યું હતું. “મને તેમની ખોટ સાલે છે, અમે સાથે વિતાવેલો સમય યાદ કરું છું. પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા વિશે રાહુલ ગાંધીના ટ્‌વીટને રિટ્‌વીટ કર્યું હતું. રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. ૨૧ મે, ૧૯૯૧ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી શ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા પણ છે.