ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસનું સત્ય જાણીને બધા ચોંકી ગયા છે. રાજાની પત્ની સોનમે પોતાનો પ્રેમ મેળવવા માટે ૭ પરિવારોને બરબાદ કરી દીધા છે. એટલું જ નહીં, મેઘાલય રાજ્યને પણ બદનામનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે મેઘાલયના લોકો સંપૂર્ણપણે પર્યટન પર નિર્ભર છે. આ સમગ્ર મામલે રાજા રઘુવંશીના ભાઈ સચિન રઘુવંશીએ મેઘાલય સરકારની માફી માંગી છે.
રાજાના ભાઈ સચિન રઘુવંશીએ કહ્યું કે ‘હું મેઘાલય સરકારની માફી માંગવા માંગુ છું, કે સોનમ રઘુવંશીના કારણે મેઘાલયની છબી ખરડાઈ છે. મેઘાલય પોલીસે ૧૭ દિવસમાં આ કેસ ઉકેલ્યો. તેમણે કહ્યું કે હું મેઘાલય સરકારનો અમારી સાથે ઉભા રહેવા બદલ આભાર માનું છું. મેઘાલય સરકાર તેના પ્રવાસીઓની ચિંતા કરે છે’. તે જ સમયે, સચિને આગળ કહ્યું કે ‘આ કેસમાં તમામ આરોપીઓની પૂછપરછ થવી જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોનમ રઘુવંશીએ સાત પરિવારોને બરબાદ કર્યા છે. “તેણી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પરિવારના બધા સભ્યોની પણ યોગ્ય પૂછપરછ થવી જોઈએ.” આ પહેલા, મેઘાલયના મંત્રી એલેક્ઝાન્ડર લાલુ હેકે રાજા અને સોનમ રઘુવંશીના પરિવારોને માફી માંગવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેસથી મેઘાલય અને તેના લોકોની છબી ખરાબ થઈ છે. જો તેઓ માફી નહીં માંગે તો તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમે મેઘાલય પોલીસના આભારી છીએ કે તેમણે કડક કાર્યવાહી કરી અને સાત દિવસમાં તપાસ પૂર્ણ કરી.








































