રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ પાસે આવેલા વિસ્તારોમાં બુધવારે
રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જારદાર ધડાકા સાથે એક પ્રકાશ જાવા મળ્યો હોવાના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે આ લાઈટ પાકિસ્તાન બોર્ડર તરફ જઈ રહી હતી.
આ ઘટના બુધવારે રાત્રે શ્રીગંગાનગરના સુરતગઢમાં બની હતી. અચાનક એક જારદાર ધડાકા સાથે આકાશમાં પ્રકાશ દેખાયો હતો. આ રોકેટ જેવો પ્રકાશ ધીમી ગતિએ જતો જાવા મળ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. સુરતગઢ ઉપરાંત બિકાનેર, ખજુવાલા અને રાવલા સુધી આ પ્રકાશ જાવા મળ્યો હતો. આશંકા છે કે તેઓ સરહદ નજીક જમીન પર પડ્યા છે. જાકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
સ્થાનિક વહીવટીતંત્ર આ ઘટના અંગે માહિતી મેળવવામાં વ્યસ્ત છે. સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે ૮-૧૦ અગનગોળાનું આ જૂથ સુરતગઢના આકાશમાંથી પસાર થયું હતું. આ લાઈટ પાકિસ્તાનના સરહદી વિસ્તાર તરફ જતી જાવા મળી હતી. આ અગનગોળા ઉલ્કાપિંડ છે કે બીજું કંઈક એની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રે બિકાનેર-સુરતગઢ હાઈવે પર ૬ ઉલ્કાપાતની ઘટના કેદ થઈ હતી. આકાશમાં અસંખ્ય તારાઓ વચ્ચે કેટલાક ખરતા તારા ફોટામાં કેપ્ચર થયા હતા.