જા કે ભારતના મોટાભાગના શહેરોમાં હોળી ઉજવવામાં આવે છે,અને લોકો આ તહેવારની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે, પરંતુ મથુરા-વૃંદાવનની ઉજવણી સૌથી વિશેષ છે. અહીં હોળીની મજા મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. રંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
આ કારણોસર હોળી દરમિયાન અહીં દેશ-વિદેશના પ્રવાસીઓની ભીડ જામે છે. ઘણી વખત, આ જ કારણને લીધે, આપણે અહીં જઈએ ત્યારે જે આનંદનો વિચાર કરીએ છીએ તે માણી શકતા નથી, તેથી આ વખતે તમે રાજસ્થાન આવીને આ તમામ પ્રકારની હોળીનો અનુભવ કરી શકો છો. અહીં ૧૯ થી ૨૧ માર્ચ સુધી ‘બ્રજ હોળી ફેસ્ટીવલ’ શરૂ થવા જઈ રહ્યો છે. અહીં જાણો ત્રણ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં શું ખાસ થવાનું છે.
ડીગ, કમાન અને ભરતપુરમાં આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ પૂરજાશમાં શરૂ થઈ ગઈ છે. દર વર્ષે હોળીના થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં બે થી ત્રણ દિવસ માટે બ્રજ હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભારત અને વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે.
પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે
૧. બ્રજ હોળી ઉત્સવમાં ભાગ લઈને, તમે મથુરા-વૃંદાવનની જેમ જ ફૂલોની હોળી, લઠ્ઠમાર હોળી, ગુલાલ હોળીનો અનુભવ કરી શકો છો.
૨. રાજસ્થાનના લોક કલાકારો દ્વારા શ્રી ગોપીનાથ જી મંદિરથી શ્રી રાધા વલ્લભજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે.
૩. અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જાવા મળે છે.
૪. મહા આરતી અને દીવા દાનનો ભાગ બની શકાય છે.
૫. કબડ્ડી, ખો-ખો અને ટગ ઓફ વોર જેવી રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
૬. તમે પાઘડી બાંધવાની અને મૂછોની સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકો છો.
૭. આ ઉપરાંત પ્રવાસીઓના આનંદ માટે મહેંદી અને રંગોળી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ હોળીના તહેવારમાં પ્રવેશ નિશુલ્ક હોય છે, જેના કારણે ભીડ વધુ વધે છે.