રાજસ્થાનમાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે ૧૧૨ રુપિયા આપવા પડી રહ્યા છે તો ત્યારે પાર્ટ બ્લેયરમાં માત્ર ૮૩ રુપિયામાં એક લીટર પેટ્રોલ મળી રહ્યું છે. આ કારણે રાજ્ય દર રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા વેટના દરોમાં અંતર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે રાજસ્થાનના પેટ્રોલ પર ૪ રુપિયા અને ડીઝલ પર ૫ રુપિયાનો ઘટાડો કર્યો હતો.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૩.૯૭ રુપિયા લીટર જ્યારે ડીઝલના ભાવ ૮૬.૬૭ રુપિયા લીટર છે. મુંબઈ મે પેટ્રોલની કિંમત ૧૦૯.૯૮ અને ડીઝલની કિંમત ૯૪.૧૪ રુપિયા પ્રતિ લીટર છે. કોલક્તામાં પેટ્રોલના ભાવ ૧૦૪.૬૭ તથા ડીઝલ ૮૯.૭૯ રુપિયા લીટર છે. ત્યારે ચેન્નાઈમાં પણ પેટ્રોલ ૧૦૧.૪૦ રુપિયા લીટર છે તો ડીઝલ ૯૧.૪૩ રુપિયા લીટર છે.
શહેર પેટ્રોલ (રુપિયા/લીટર) ડીઝલ (રુપિયા/લીટર)
શ્રીગંગાનગર ૧૧૨.૧૧ ૯૫.૨૬
પોર્ટ બ્લેયર ૮૨.૯૬ ૭૭.૧૩
દિલ્હી ૧૦૩.૯૭ ૮૬.૬૭
મુંબઈ ૧૦૯.૯૮ ૯૪.૧૪
ચેન્નાઈ ૧૦૧.૪૦ ૯૧.૪૩
કોલકત્તા ૧૦૪.૬૭ ૮૯.૭૯
ભોપાલ ૧૦૭.૨૩ ૯૦.૮૭
રાંચી ૯૮.૫૨ ૯૧.૫૬
બેંગ્લુરુ ૧૦૦.૫૮ ૮૫.૦૧
પટના ૧૦૫.૯૦ ૯૧.૦૯
ચંદીગઢ ૯૪.૨૩ ૮૦.૯૦
લખનૌ ૯૫.૨૮ ૮૬.૮૦
નોઈડા ૯૫.૫૧ ૮૭.૦૧