કોલસા ખાણને લઇ રાજસ્થાન અને છત્તીસગઢનો મુદ્દો ઉકેલવાનું નામ લઇ રહ્યો નથી આવનારા દિવસોમાં બંન્ને સરકારો વચ્ચે ચાલી રહેલી તનાતનીનું નુકસાન રાજસ્થાનની જનતાને ભોગવવું પડી શકે છે આગામી ચારથી પાંચ દિવસોમાં જા કોલસાનો પુરો પુરવઠો છત્તીસગઢથી મળ્યો નહીં તો રાજસ્થાનના મોટાભાગના વિજળી ઘરોમાં વિજળી ઉત્પાદન ઠપ્પ થઇ શકે છે જેથી રાજયના મોટાભાગના હિસ્સો અંધારામાં ડુબી શકે છે.આ ગંભીર સંકટને જાતા રાજસ્થાન સરકારની મદદ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ આવ્યા છે.તેમણે રાજસ્થાન સરકારને આ મુશ્કેલીમાં મદદ કરવા માટે એક કરાર કર્યો છે તેનાથી રાજસ્થાનને વિજળી સંકટમાંથી બહાર કાઢવામાં મદદ મળી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં સંકટમાં આવેલ વિજળી સંકટને જાતા મુખ્યમંત્રી અશોક ગહલોત એકવાર ફરી છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલથી આ બાબતમાં વાત કરી શકે છે હકીકતમાં ૨ નવેમ્બરે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય અને ૨૧ ઓકટોબરે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પાસા કેંટે કોલ બ્લોકના નવા વિસ્તારથી ખનન માટે રાજસ્થાન સરકારને મંજુરી આપી હતી. પરંતુ છત્તીસગઢ સરકારે ગત બે મહિનાથી તેની મંજુરીને રોકી રાખી છે.ફાળવેલ કોલ બ્લોકથી કોલસા ખનની મંજુરી આપવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે છત્તીસગઢના મુખ્યમંત્રીથી ફોન પર ચર્ચા કરવાથી લઉ તેમને પત્ર લેખવા જેવી તમામ કાર્યવાહી કરી છે. ગહલોતે આ મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીને પણ હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો છે. પરંતુ આમ છતાં છત્તીસગઢ સરકાર રાજસ્થાનને ફાળવેલ કોલસા ખનનના નવા બ્લોકથી કોલસા ખનની મંજુરી આપતી નથી

પ્રદેશમાં ગંભીર બનેલ વિજળી સંકટને ઓછો કરવા માટે હવે રાજસ્થાન સરકારે ઉત્તરપ્રદેશથી કરાર કર્યો છે છત્તીસગઢમાં પર્યાપ્ત કોલસા પુરવઠોમાં વિલંબ વચ્ચે રાજય સરકાર હવે ઉત્તરપ્રદેશથી ૭૦૦ મેગાવોટ વિજળી ઉધાર લઇ રહી છે બંન્ને વચ્ચે બેકિંગ પ્રક્રિયા હેઠળ કરાર થયા છે આ હેઠળ વિજળી લેવાની પ્રક્રિયા (સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ) શરૂ કરવામાં આવશે ૪૦થી ૪૨ લાખ વિજળી પ્રતિદિન આગામી વર્ષ ફેબ્રુઆરી સુધી લેવામાં આવશે.તેમાં રાજસ્થાન જેટલી વિજળી લેશે તેને તેટલી જ વિજળી પાછી આપવી પડશે પાછી આપવાની પ્રક્રિયા આગામી વર્ષ જુલાઇ ઓગષ્ટ સુધી શરૂ થશે

રાજસ્થાનમાં રવી પાકની સીજનમાં કિસાનોને દિવસમાં સિંચાઇ માટે પાણી આપવું હવે પડકાર બની ગયો છે.પ્રદેશના મોટાભાગના વિજળી ઘરોમાં એક અઠવાડીયાનો કોલસો બચ્યો છે.આવામાં વિજળી ઉત્પાદનની ભારે કમી પ્રદેશમાં આવી શકે છે. પ્રદેશની જરૂરત ૨૭ રેક કોલસાની છે જા પ્રદેશમાં વિજળી પ્રોડકશન ઠપ્પ થયું તો રાજય સરકારને મોંધી વિજળી ખરીદવી પડશે જેનું નુકસાન જનતા કે સરકારને ભોગવવું પડશે એ યાદ રહે કે કોલસા ખનન માટે છત્તીસગઢ સરકારના વન વિભાગે હજુ મંજુરી આપી નથી કોલસા ખાણ ક્ષેત્ર વન વિસ્તાર હેઠળ આવે છે જયાં સ્થાનીક જનજાતિયો ખનન પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યાં છે અને તેના માટે બધેલ આ મુદ્દા પર ચુપ છે કારણ કે તેનાથી સ્થાનીક વિરોધ થઇ શકે છે.