રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર બુધવારે સવારે એક ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે અથડાઈ હતી. એક રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં બસમાં સવાર ૧૨ લોકોના મોત થયા છે.સુત્રોએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પચપદરા પાસે બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ટક્કરમાં ૧૨ લોકો જીવાત ભુંજોયા છે અને ઘણા ઘાયલ થયા છે.
રિપોર્ટ અનુસાર, બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર લાંબો જોમ થઈ ગયો હતો. અકસ્માત સમયે બસમાં મુસાફરો સહિત ૨૫ જેટલા લોકો સવાર હતા. પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને ૧૦ લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ બલોત્રાથી લગભગ ૯.૫૫ વાગ્યે નીકળી હતી. આ દરમિયાન હાઈવે પર ટેન્કર ટ્રેલર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી.
ઘટનાની માહિતી મળતાં જ ડિવિઝનલ કમિશનર રાજેશ શર્મા, બાડમેર જિલ્લાના પ્રભારી મંત્રી સુખરામ બિશ્નોઈ, પચપદરાના ધારાસભ્ય મદન પ્રજોપત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે સીએમ અશોક ગેહલોતે ટ્‌વીટ કરીને કહ્યું કે, “બાડમેરમાં બસ- ટેન્કર ટ્રેલર અકસ્માતના સંદર્ભમાં, બાડમેરના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કર્યા બાદ અને રાહત અને બચાવ કામગીરીના નિર્દેશ આપ્યા હતા. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે.”