સુરતમાં રાજસ્થળી પટેલ યુવક મંડળ-સુરત દ્વારા ૨૪મો સ્નેહમિલન સમારોહ દેવાણી ફાર્મ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજસ્થળી ગામના સરપંચ ગણપતભાઈ સેંજલિયા તથા મનસુખભાઈ સેંજલિયા ગામના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. સરપંચનું ગામની નાની બાળાઓએ સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ અને પ્રોત્સાહિત ઇનામો પ્રવિણભાઇ વિઠ્ઠલભાઈ સેંજલિયા તરફથી આપવા આવ્યા હતા. જમણવારનો ખર્ચ મંડળના પ્રમુખ રમેશભાઇ નાકરાણી અને તેમના લઘુબંધુ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરપંચે સરકારની વિવિધ યોજનાઓની માહિતી, પંચાયત દ્વારા કરાયેલા કામો અને આગામી આયોજનો અંગે માહિતી આપી હતી. ભરતભાઈ દેવશીભાઈ સેંજલિયા દ્વારા પંચાયત ફંડમાં ૧૧,૦૦૦ આપવાની જાહેરાત કરાઈ હતી. આ તકે મંડળના પ્રમુખ રમેશભાઇ નાકરાણી સહિત કાર્યકારી સભ્યો અને ગામના પટેલ પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા.