અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે જિલ્લા પંચાયત સંચાલિત તાલુકા પશુ દવાખાના દ્વારા આયોજિત પશુ આરોગ્ય કેમ્પમાં બહોળી સંખ્યામાં પશુ પાલકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ૬૮૩ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં ગાય, ભેંસ, ઘેટાં અને બકરાનો સમાવેશ થાય છે. આ કેમ્પમાં પશુઓને પીપીઆર રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પશુધન વીમા સહાય વિશે માહિતી આપવામાં આવી અને પશુઓના વીમા ઉતરાવવામાં આવ્યા હતા. કેસીસી લોન વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડા. અર્જુનસિંહ એલ. સરવૈયા (પશુ ચિકિત્સા અધિકારી) સહિત પશુધન નિરીક્ષક ભરતભાઈ પરમાર અને સરપંચ ગણપતભાઇ સેંજલિયા ઉપસ્થિત રહ્યા હતા.