અમરેલીના રાજસ્થળી ગામે એક યુવકે ચૂનો ઉડાડવાની ના પાડતાં તેના પર બાપ-દીકરાએ હીચકારો હુમલો કર્યો હતો. જેમાં તેને માથાના ભાગે ઈજા થઈ હતી. બનાવ સંદર્ભે કિશોરભાઈ રમેશભાઈ ડાબસરા (ઉ.વ.૩૧)એ પરેશભાઈ કાળુભાઈ વડેચા અને કાળુભાઈ મોહનભાઈ વડેચા સામે ફરિયાદ
નોંધાવી હતી.
કિશોરભાઈ બે દિવસ પહેલા તેમના મોટા બાપા સાથે ઘરે જતો હતો ત્યારે રસ્તામાં અશોકભાઈની દુકાન પાસે આરોપીને ચૂનો ઉડાડવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈને તેમને પકડી રાખ્યો હતો અને માથામાં લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને બે ટાંકાની ઈજા થઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ.આર.છોવાળ વધુ તપાસ કરી રહ્યા છે.