અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી થકી સમગ્ર વિશ્વએ ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આધુનિક ટેકનોલોજી, ડિજિટલ ઈન્ડિયા અને વિશ્વ સાથે તાલ મિલાવવા માટે અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે , ” hp muskan smart clasroom” કે જે hp કંપની દ્વારા અને આ જ કંપની સાથે જોડાયેલા ગામના ગૌરવ એવા કેતનભાઈ મગનભાઈ પટેલ (સેંજલિયા) દ્વારા અને ગ્રામ પંચાયતના સહકારથી ગામની પ્રાથમિક શાળામાં ૨૧ લેપટોપ, સ્માર્ટ બોર્ડ, પ્રિન્ટર અને ફર્નિચરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સ્માર્ટ ક્લાસ દ્વારા ગામના બાળકો હવે લેપટોપ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. ગામના બાળકો દેશ અને દુનિયાની આધુનિક ટેકનોલોજીનો લાભ લઇ રહ્યા છે અને ડિજિટલ ઇન્ડિયા સાથે તાલ મિલાવી રહ્યા છે.