facebook.com

રાજય કર્મચારી વર્ગ-૩ની બઢતી માટે ખાતાકીય પરીક્ષા વર્ગ ૧-રની સમક્ષક લેવામાં આવે છે. પરીક્ષામાં એવો કોર્ષ સામેલ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ ભવિષ્યમાં ક્યારેય થવાનો નથી. રાજય સરકાર દ્વારા સીધી ભરતીથી ફીકસ પગારમાં થયેલી ભરતી બાદ કર્મચારીઓને સ્પીપા દ્વારા તાલીમ આપીને પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ વર્ગ-૩ માટે ઘણી વિસંગતા જાવા મળે છે. જા કર્મચારીઓને પ૦થી વધુ અને ૬૦થી ઓછા માર્ક આવે તો ફરીથી પરીક્ષા આપવી પડે છે. તેથી પરીક્ષા મુક્તિની મર્યાદા ૬૦ ગુણથી ઘટાડીને ૩પ કરવામાં આવે અને પપ વર્ષથી વધુની વય ધરાવતા કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.