ઝારખંડમાં રાજયસભા ચુંટણીના ઉમેદવારોની ચર્ચાએ કોંગ્રેસ અને જેએમએમની વચ્ચે અંતર પેદા કરી દીધુ છે.કોંગ્રેસનો પુરો પ્રયાસ હતો કે આ વખતે રાજયસભામાં ઝારખંડથી તેમનો ઉમેદવાર જોય અને મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી તેને સમર્થન આપે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હેમંત સોરેનથી મુલાકાત કરી લાંબી ચર્ચા કરી પરંતુ આમ છતાં અંતે કોંગ્રેસના હાથ ખાલી જ રહી ગયા અને એકવાર ફરી ઝારખંડથી જેએમએમના ઉમેદવાર ચુંટણી લડી રહ્યાં છે અને પાર્ટીએ જોહેરાત કરી દીધી છે કે મહુઆ માજી તેમના ઉમેદવાર રહેશે.
એવું પહેલા એવા અહેવાલો હતાં કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુર રાજયસભા ઉમેદવાર જોહેર કરી શકે છે.એવી અટકળો પણ હતી કે હેમંત સોરેન કોંગ્રેસની ઓફરને માની લેશે પરંતુ હવે જેએમએમે મહુઆ માજીને ઉમેદવાર જોહેર કરી મોટો દાવ ખેલ્યો છે.સોનિયા ગાંધીની ઓફરને ઠુકરાવી કારણ કે આ નિર્ણય થયો છે એવામાં તેનું મહત્વ વધુ નિકળી રહ્યું છે. જોકે રાજેશ ઠાકુરે કહ્યું કે મહુઆ માજીને ઉમેદવાર જોહેર કરવો જેએમએમનો ખાનગી નિર્ણય છે કોંગ્રેસથી કોઇ મત લેવામાં આવ્યો નથી તેમણે એ પણ કહ્યું કે તે આ મુદ્દાને લઇ અવિનાશ પાંડેથી વાત કરી ચુકયા છે.
જયારે મુખ્યમંત્રી હેમંત સોરેને પાર્ટીના આ નિર્ણયનો તમામ શ્રેય જેએમએમ અધ્યક્ષ શિબુ સોરેનને આપી રહ્યાં છે તેમણે ખુદને આ નિર્ણયથી દુર રાખતા કહ્યું કે મહુઆ માજીને ઉમેદવાર બનાવતા પહેલા ખુબ ચર્ચા કરવામાં આવી હતી સોનિયા ગાંધીથી પણ જે મુલાકાત થઇ હતી તેમની તમામ માહિતી શિબુ સોરેનને આપવામાં આવી હતી ત્યારબાદ જ મહુઆ માજીને રાજયસભા ઉમેદવાર બનાવવાની સહમતિ બની હતી હાલ તેમના આ એક નિર્ણય બાદથી ઝારખંડ કોંગ્રેસમાં નારાજગી સ્પષ્ટ નજરે પડી રહી છે અનેક નેતા નિવેદનથી પણ બચી રહ્યાં છે કોંગ્રેસના પ્રવકતા રાજીવ રંજને આ બાબતે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો અને તેમણે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાની વાત કરી હતી બીજી તરફ હેમંત સોરેને કહ્યું કે હું સીધી વાત કરવાનું પસંદ કરૂ છું પરંતુ હાલ ગઠબંધનથી બંધાયેલો છું જેનું સમ્માન કરવું જોઇએ તેમના આ એક નિવેદને પણ અટકળોનું બજોર ગરમ કરી દીધુ છે અને રાજયની રાજનીતિનું તાપમાન વધી ગયું છે.’