ગુજરાતમાં ૬ હજાર કરોડના કોલસા કૌભાંડ થયો હતો તે અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, કૌભાંડની તપાસ સીઆઇડીને સોપવામાં આવી છે, આકૌંભાડના લીધે રાજ્ય સરકારની છબી ખરડાઇ છે,છબીને સુધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોલસા કૈભાંડ મુદ્દો ન બને તે માટે સરકાર સક્રીય થઇ છે અને આ મામલાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે. આ કૌભાંડમાં એક આઇએએસની ભૂમિકા પણ શંકાસ્પદ છે, આ ઉપરાંત ઉધોગ કમિશનરની કચેરીની ભૂમિકા પણ તપાસવામાં આવશે, આ સાથે રાજકીય નેતા અને અધિકારીઓની પણ ભૂમિકાની પણ તપાસ કરાશે, આ મામલે સીઆઈડી વહેંલી તકે તપાસ કરશે અને ધમધમાટ બોલાવશે, આવનાર દિવસોમાં કૌભાંડની સત્યતા બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે કોલઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે. છેલ્લાં ૧૪ વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળાબજારીમાં વેચી દઈ ૬ હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે. સરકારી વિભાગના એ તમામ અધિકારીઓ, કોલસા ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ પાસે જ્યારે કોલસો ગાયબ થવાની હકીકત જાણવા પ્રયાસ કર્યો તો દરેકે આ મુદ્દે ‘નો કોમેન્ટ્‌સ’ કહીને મૌન સાધી લીધું છે.આ ૬ હજાર કરોડનો કૌભાંડ બહાર આવ્યો છે તેની તપાસ સીઆઇડીની સોંપવામાં આવી છે.