ગુજરાતભરમાં કુલ રર૪ એપીએમસી છે. તેમાં છેલ્લા દસકાથી ટોપટેનમાં મહુવા એપીએમસીએ સતત સ્થાન જાળવી રાખ્યું છે. ગત તા. ૧૮ ના રોજ સમગ્ર રાજયના એપીએમસીઓના સંગઠન એવા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા આવકની દ્રષ્ટિએ પ્રથમ દસ એપીએમસીનું સન્માન કરવામાં આવે છે. જેમાં મહુવા એપીએમસીનું પણ સન્માન કરવામાં આવ્યુ છે. વર્ષ ર૦ર૩/ર૪ના વર્ષમાં મહુવા યાર્ડે રૂ.૧૧.૧૧ કરોડની માતબર આવક કરી છે. તેમાં ખર્ચ બાદ કરતા રૂ. પ કરોડ ઉપરાંતની બચત કરી છે. યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન અને કાર્યકાળમાં છેલ્લા ર૦ વર્ષથી યાર્ડ સતત પ્રગતિ  કરી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે પણ છે.