ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી ઓછી ગરમીને કારણે ગુજરાતીઓમાં હાશકારો જાવા મળ્યો છે. જા કે, હવે ગુજરાતીઓ ચેતી જજા કેમ કે બે દિવસ બાદ ફરી ગરમીનો પારો ઊંચે પાયે જવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૫ એપ્રિલથી રાજ્યમાં ફરી ગરમીનો પારો ઊંચકાશે અને કેટલાક જિલ્લામાં તો હીટવેવનો અનુભવ થવાની સંભાવના પૂરેપૂરી છે.
મંગળવારના દિવસથી ફરી કાળઝાળ ગરમી શરૂ થવાની છે. છેલ્લા ૨-૩ દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં રાહત જાવા મળી હતી. બીજીબાજુ, અનેક જગ્યાઓએ વાતાવરણમાં પણ પલટો જાવા મળ્યો હતો. હવે મંગળવાર બાદ ફરી કાળઝાળ ગરમીનો ત્રાસ રાજ્યભરમાં અનુભવાશે. જા કે, આજના દિવસે પણ ગરમીનો સારો એવો પરચો ગુજરાતીઓને પડી ગયો છે.
રાજ્યના ૭ શહેરોમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ શહેરમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તદુપરાંત, ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૧.૫ ડિગ્રી, અમરેલીમાં ૪૨ ડિગ્રી અને ભૂજમાં ૪૦.૯ ડિગ્રી તેમજ ડીસામાં પણ ગરમીનું તાપમાન ૪૦.૨ ડિગ્રી જાવા મળ્યું છે.










































