ગુજરાત રાજયના મંત્રી આર.સી.મકવાણાનું શેલણા ગામે અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજયના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી આર.સી.મકવાણાનું શેલણા ગામે સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે, કાળુભાઈ લુણસર, આપાભાઈ સોઢીયા, જીલુભાઈ સોઢીયા, શિવરાજભાઈ લુણસર, સંજય મકવાણા, મગનભાઈ ચુડાસમા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. રાજયમંત્રી આર.સી.મકવાણાએ ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને સન્માન બદલ આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો.