ગુજરાત રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટર છેલ્લા કેટલાય સમયથી હડતાળ પર ઉતર્યા હતા. તેમની પડતર માંગણી નહીં સંતોષતા રાજ્યના ડોક્ટરોએ હડતલનો વિકલ્પ પસંદ કરવો પડયો હતો. જેને પગલે રાજ્યના અનેક દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો હતો. જા કે આજ રોજ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે ડોકટરો સાથે વાતચીત થઈ છે. અને આગામી એક અઠવાડિયા સુધી તેઓ પોતાની હડતાળ પાછી ખેચવા માટે રાજી થયા છે.
આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરની પગાર વધારાની માંગણી ઉપર ચર્ચા વિચારણા કરી અને મેડિકલ ઓફિસર જેટલો રૂ. ૬૩ હજાર પગાર આપવા સરકારનો નિર્ણય લીધો છે. શરતોને આધિન પગારને લઈને સરકારનું આયોજન છે.
પીજી એડમીશન પુર્ણ થાય ત્યાં સુધી નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ૫૦ ટકાની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે. ૨૪૨ જેટલા ડોક્ટર ની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી માન્ડવીયા એ ખાતરી આપી છે. કે ડોક્ટર ના પ્રશ્ન નો ઉકેલ આવશે. ડોકટરો ના કાર્યભારણ ને ઘટાડવા સરકારે નિર્ણય કર્યો છે. એડમિશન પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોટલ સંખ્યામાં ૫૦% માં હંગામી ધોરણે નિમણૂક કરાશે. અમદાવાદ સુરત વડોદરા ભાવનગર જામનગર માં રેસિડેન્સીઅલ ઙ્ઘિ ની નિમણૂક કરાઈ છે. ૬૩૦૦૦ ના પગારે ૫૦ % જગ્યા ભરવામાં આવે છે.
૫૪૩ જેટલા ડોક્ટરની નિમણૂક રાજ્ય માં થાય એવી સત્તા આપવામાં આવશે. એક સપ્તાહ માટે હડતાળ સ્થગિત રાખી છે. ૧૬/૫ ના ઠરાવ અંગે પણ સરકાર ના ચર્ચા ચાલી રહી છે. ૧૬/ ૫ ના ઠરાવ માં વાટા ઘાટા અંતે જે નિર્ણય આવશે એને વળગી રહેવામાં આવશે. અત્યાર સુધી ૧૦૦ જેટલા એડહોક ને કાયમી કરવામાં આવ્યા છે. ડિન દ્વારા નિમણૂક કરાયેલા ભરતી હંગામી રહેશે. ૫૦૦ નર્સ ને બઢતી અપાઈ છે. સરકાર પ્રો એક્ટિવ છે. સરકાર જ્યારે પોઝિટિવ હોય ત્યારે ડાક્ટર મિત્રો એ પણ સહકાર લેવો જાઈએ. સરકાર જ્યારે જરૂર જણાય ત્યારે કડક વલણ પણ લઇ શકાશે બીજે મેડિકલ દ્વારા હડતાલ પાછી ખેંચવાની વાત ઓફીસિયલ લેટર દ્વારા જાણ કરાઈ છે. તબીબી શિક્ષણ માં પણ ભરતી થઈ છે.
હડતાલ પર ઉતરેલા તબીબોની માંગ
૧. નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ટેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.
૨. સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ ૨૦૧૮ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.
૩ .યુજી, પીજી તથા સુપરસ્પેશ્યાલિટી રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્વતિ લાગુ કરવામાં આવે.
૪. બોન્ડેડ તબીબોની નિમણૂક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે કરવામાં આવે.