રાજ્યના મહેસૂલ વિભાગમાં મામલતદારોની મોટાપાયે બઢતી અને બદલીઓ કરવામાં આવી છે. જેમાં ૪૫ મામલતદારોને બઢતી આપવામાંઆવી છે. જ્યારે ૮૪ મામલતદારોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

જેમાં જુનાગઢ(શહેર)ના મામલતદાર કે.એ.ત્રિવેદીની ગાંધીનગર ખાતે રેવન્યુ ઈન્સપેક્શન કમિશનરેટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર રેવન્યુ કમિશનરેટમાંમામલતદાર પડે ફરજ બજાવતા અતુલસિંગ પી.ભાટીની મહેસાણાનાવિજાપુર ખાતે બદલી કરવામાં આવી છે. આમ કુલ ૮૪ મામલતદારોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.જ્યારે સુરતના સુરેશભાઈ માવજીભાઈ વાઘાણીની તાપી-વ્યારા જિલ્લાના ડોલવણ ખાતે મામલતદાર પદે બઢતી આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદના પલકબેન લક્ષ્મણભાઈ દેસાઈની મહેસાણાનાખેરાલુ ખાતે મામલતદાર પદે બઢતી આપવામાં આવી છે.આ પ્રકારે કુલ ૪૫ મામલતદારોને વિવિધ ઠેકાણે બઢતી આપવામાં આવી છે.