ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે કેરી, ડુંગળી,બાજરી અને તલનું ઉત્પાદન કરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્‌યું છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરી, ડુંગળી, બાજરી અને તલના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. તો ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે.