બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિન્હા વધતી અપરાધિક ઘટનાઓ અને કાયદાનો ભંગ કરનારાઓથી ખુબ નારાજ છે રાજયમાં વધતી હિંસા અને હત્યાની વિરૂધ્ધ તેમણે ફરી અવાજ ઉઠાવ્યો છે.તેમણે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા ચેતવણી આપી છે કે તેની જવાબદારી નક્કી કરવામાં આવશે.તેમણે સ્પષ્ટ કહ્યું કે તે આ મુદ્દા પર મૌન રહેશે નહીં તેમની કમિટી અવાજ ઉઠાવશે તેમણે કહ્યું કે તે મુખ્યમંત્રી નીતીશકુમારને પણ તેની બાબતમાં બતાવશે તેમણે કહ્યું કે સારા અધિકારીઓને હટાવી ભ્રષ્ટ્ર અધિકારીઓને સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે અપરાધ પર કાબુ મેળવવામાં પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે નિષ્ફળ જોવા મળી રહ્યું છે.લખીમસરાયના પિપરિયામાં ફરી હત્યા થઇ છે.બિહારમાં અપરાધનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે કયાંય કોઇ સુનાવણી નથી જે અધિકારીઓને કાયદો વ્યવસ્થા યોગ્ય કરવાની જવાબદારી આપવામાં આવી છે તેમના માટે જવાબદારી પણ તૈયાર કરી લેવી જાઇએ તેમણે કહ્યું કે ફકત ડીએમ એસપીની બદલી કરવાથી કામ ચાલશે નહીં અધિકારીઓની માનસિકતાને બદલવાની જરૂરત છે તેમની બેદરકારી પર બ્રેક લગાવવી પડશે. જીલ્લામાં સારા અધિકારીઓને રાખવામાં આવે અને ભ્રષ્ટ્ર અધિકારીઓને સાઇડમાં કરવામાં આવવા જાઇએ તેમણે કહ્યું કે ડીજીપી અને મુખ્ય સચિવની સાથે મુલાકાત કરી વાત કરીશ કે આ શું તમાશો બનાવી રાખ્યો છે.
એ યાદ રહે કે પહેલા પણ લખીસરાયમાં એક ઘટના બની હતી તેને લઇને પણ વિધાનસભા અધ્યક્ષે અવાજ ઉઠાવ્યો હતો આ દરમિયાન તેમની વિધાનસભાની અંદર જ મુખ્યમંત્રી નીતીશકુમારથી ભારે ચર્ચા થઇ ગઇ હતી હકીકતમાં લખીસરાયમાં સરસ્વતી પુજા દરમિયાન કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેની પોલીસે ધરપકડ કરી હતી તે અધ્યક્ષનો નજીકનો વ્યક્તિ કહેવામાં આવે છે જેને લઇ અધ્યક્ષે પોલીસથી નારાજગી વ્યકત કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું હતું કે સિસ્ટમ બંધારણથી ચાલે છે એક જ મામલાને રોજરોજ ઉઠાવવાનો કોઇ અર્થ નથી વિશેષાધિકાર સમિતિનો જે પણ રિપોર્ટ હશે અમે તેના પર વિચાર કરીશું તેમણે કહ્યું હતું કે સિસ્ટમ બંધારણથી ચાલે છે કોઇ પણ ક્રાઇમ રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવે છે.ગૃહમાં નહીં આવવામાં જેનો જે અધિકાર છે તેને તે કરવા દેવામાં આવે આ મામલાને કારણ વિના આગળ વધારવાની જરૂરત નથી-