અમરેલીની એસ.એચ.ગજેરાના ખેલાડીઓએ ૧૧મા ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ભાવનગર મુકામે યોજાયેલ અં.૧૪ ભાઈઓની જુડો સ્પર્ધામાં ૧૬ પોઈન્ટ સાથે રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જયારથી ખેલ મહાકુંભ શરૂ થયો છે ત્યારથી લઈ અત્યાર સુધી તમામ રેકોર્ડ ખેલાડીઓએ તોડી નાખ્યા છે. રાજયકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અમરેલીનું ગૌરવ વધાર્યુ છે. જેથી સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, હસમુખભાઈ પટેલ, આચાર્યો, કોચ અને ટ્રેનરે અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.