૭ મે ના રોજ લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં યોજાવાનું છે.ત્યારે બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા હતાં અને જાહેરસભાને સંબોધન કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે સભાની શરૂઆત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અહીંયા રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું. તો પણ મોદીજી દ્વારા તે ઉમેદવારને હટાવ્યો ન હતો. અને આ રીતનું અપમાન અમે તમારી સાથે નહી થવા દઈએ. હાથરસમાં મહિલા સાથે અત્યાચાર થયો. મહિલાને સળગાવીને મારી નાંખવામાં આવી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ભાજપનાં નેતાઓ કહે છે કે જીતીશું તો બંધારણ બદલી નાંખીશું. તેમજ અનામત પણ બંધારણમાં અપાયેલો એક અધિકાર છે. ભાજપ બંધારણમાં આપેલ અધિકારને ઓછા કરવા માંગે છે.
આજે આ દેશની જનતા કહી રહી છે કે મારા મંચ પર આવ્યા છો તો મારા કામની વાત કરો. આજે આ દેશની જનતા કહી રહી છે કે મારે આ ચૂંટણી હિન્દુ-મુસલમાન પર નથી લડવાનું. મારે આ ચૂંટણીને વીજળી, પાણી, રોજગાર તેમજ મોંધવારી પર લડવાનું છે. આ દેશની જનતા કહી રહી છે કે બહુ સાંભળી લીધું તમારૂ ભાષણ તમારા ભાષણમાં એક શબ્દ અમારા માટે નથી. આ દેશની જનતા કહી રહી છે કે દસ વર્ષ અમે તમને પુરી સત્તા આપી તમે તે સત્તાનું શું. કર્યું તમે અમારી જીંદગીમાં પ્રગતિ લાવ્યા કે ન લાવ્યા. ત્યારે હવે જનતાને લાગી રહ્યુ છે કે દસ વર્ષ વીતી ગયા મોટી મોટી વાતો, સૌનો સાથ સૌનો વિકાસ….. કોનો વિકાસ થયો.પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી હવે ગુજરાતની જનતાને ઓળખતા નથી. જો તેઓ ગુજરાતના લોકોથી કપાયેલા ન હતા તો તેઓ અહીંથી ચૂંટણી કેમ લડતા નથી કારણ કે મોદીજીને તમારાથી જે પણ ફાયદો થવાનો હતો તે ફાયદો તેમણે પોતાના માટે જ કર્યો છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીજી ગુજરાતની જનતાને ભૂલી ગયા છે. તમે તેમને મોટા પ્લેટફોર્મ પર મૂડીવાદીઓ અને અન્ય દેશોના વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ સાથે જાયા જ હશે. પરંતુ, શું તમે તેને ક્યારેય કોઈ ખેડૂત કે ગરીબ વ્યક્તિના ઘરે જતા જાયો છે? પીએમ મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ક્યારેય કોઈ ગરીબ ઘરની મુલાકાત લીધી નથી.
એક સમયમાં મોટા મોટા પ્રધાનમંત્રી હતા. તે તમારા ગામમાં તમારા ઘરે આવતા હતા. ત્યારે તમે લોકો તમારા હક્ક માંગતા હતા. હું મારા પિતાજી તેમજ મારા દાદી સાથે જોયું છે. હું યુપીનાં કોઈ નાના ગામમાં ગઈ હતી. જ્યાં મારૂ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતી. ત્યારે હું તે ગામમાં ગઈ ત્યારે એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું કે જ્યારે તમારા દાદી આવ્યા હતા. ત્યારે જે ખીર હાલ તમને ખવડાવી તેવી જ ખીર તેમને મેં ખવડાવી હતી. મારા પિતા જ્યારે કોઈ ગામમાં જતા હતા. ત્યારે કોઈ જગ્યાએ પાણી ન હતું. રોડ બન્યો ન હોય ત્યારે લોકો તેમને કહેતા કે અમે તમને ત્યારે વોટ આપશું. જ્યારે તમે અમારા ઘરે પાણી તેમજ રોડ બનાવશો. તે બાદ અમે તમને વોટ આપીશું. આ રાજનીતી હતી. આ રાજનીતીનો આધાર કોણે નાંખ્યો. ગુજરાતનાં સૌથી મહાન દીકરાએ નાંખ્યો. મહાત્માં ગાંધીજીએ બધા નેતાઓ પાસેથી સંપત્તિ છોડવાઈ. બધાને જમીન પર લાવ્યા. બધાને ગરીબોનાં ઘર સુધી લઈ ગયા. તેમજ જનતાએ સર્વોપરી છે.
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી પોતે સમ્રાટ છે પરંતુ તેમના ભાઈને રાજકુમાર કહે છે. પ્રિયંકાએ કહ્યું કે હું કહેવા માંગુ છું કે મારા ભાઈએ ૪૦૦૦ કિમીની મુસાફરી કરી. પગપાળા ચાલીને દેશના લોકોને મળ્યા અને તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્યાઓ છે? એક તરફ સમ્રાટ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારીને કેવી રીતે સમજી શકશે?
પ્રિયંકાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સત્તાથી ઘેરાયેલા છે. તેની આસપાસના લોકો તેનાથી ડરે છે. તેમને કોઈ કશું કહેતું નથી. જો કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો પણ તે અવાજ દબાવી દેવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે આજના વડાપ્રધાનની કાર્યશૈલી જુઓ. ગુજરાતે પીએમ મોદીને સન્માન, સ્વાભિમાન અને શક્તિ આપી છે, પરંતુ તેઓ માત્ર મોટા લોકો સાથે જ જાવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જાયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગે છે કે તેમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ વેક્સિનની આડઅસર પર વાત
કરતા કહ્યું કે ‘વેક્સિનની આડઅસરથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર શહેનશાહનો ફોટો હતો. આ વેક્સિન બનાવતી કંપની પાસેથી ભાજપે ફંડ લીધુ છે.’પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. સરદાર પટેલ, વીર રણછોડ રબારી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે.